Category: Sahitya


એમના ‘આગમન’ નામનાં ગઝલસંગ્રહમાં મરીઝ સ્વયં લખે છે-
“ગઝલ ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું : એક તો ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું
ખાસ જ્ઞાન નહીં, માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનનાં બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે.”
ગુજરાતનાં આટલા મહાન કલાકારની આ કેવી વિનમ્રતા, કેવી નિખાલસતા! તેઓ ગઝલ વિશે કહે છેઃ

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જુબાનમાં.

એ જ માણસ પછી કહી શકે કેઃ

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,
મરીઝ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

જો મેં એમની હયાતીમાં ત્યારે સાંભળ્યો હોત તો કે’તઃ
ક્યા બાત હૈ, મરીઝ! પેન તોડી નાખ, ને પાટી ફેંકી દે. તેં તારી જિંદગીનો આખરી શેર લખી લીધો છે.

પણ આપણાં નસીબ સારાં કે મારી ત્યારે હયાતી નો’તી તે આપણને એમની બીજી કેટલીય સારી સારી
ગઝલો મળી છે! એમાંની એક નીચે પ્રસ્તુત છેઃ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે!

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

કોઈ પ્રેમીથી તમારા વાતોની કલા લ્યે,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરુરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહી આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?

અશ્વિન મહેતા ઉર્ફે ‘નાની’એ આ ગઝલના ચુનંદા શેરો લઈ એને પોતાના અવાજમાં સરસ રીતે મઢ્યું છે.
વખત મળ્યે એની MP3 File અહીં પોસ્ટ કરીશ, આપના મનોરંજન માટે.

પરેશ
તા. ૫ જુલાઇ, ૨૦૦૮

Courtesy: http://gujjubits.gujaratiblogs.com/

આજે વાત કરવી છે ગઝલસમ્રાટ શૂન્ય પાલનપૂરીની.

ગઝલ લખવા વિશે શૂન્ય પાલનપુરી કહે છેઃ

દેહના કોડિયે પ્રાણની વાટને લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે દિલને રોશન કરે એવી નૂરે ગઝલ.

શૂન્યનું અસલી નામ અલીખાન બલોચ. શિક્ષક, શાયર અને પત્રકાર તરીકે તો એ ઝળક્યા જ છે; પણ સ્વર્ગસ્થ
શ્રી. ચંદ્રકાંત બક્ષીએ એમની એક આલોચનામાં જણાવ્યા મુજબ અલીખાને જ્યોર્જ ફિફ્થ ક્લ્બમાં વિકેટ કીપિંગ પણ
કર્યું છે! મુસ્લિમ હોવા છતાં હિંદુ અને સંસ્કૃત શબ્દો તથા વિચારશૈલીને કવિતામાં સહેજથી વણી લેતાં.
આજે એમના કાવ્યજીવનમાં જરા ર્ડોકિયું કરીયે. કુછ શેર અર્જ હૈ, જનાબ, મુલાહજા ફર્માઈએ!

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
ધૈર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે.

ઝુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

સભાઓમાં છે શબ્દની બોલબાલા
નથી પૂછતું અર્થનો ભાવ કોઈ
કદર છે મને મારી ગઝલોની એથી
હવે ખુદ લખું છું ને ખુદ સાંભળું છું.

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.

સમયના ગજથી જેઓ પ્રેમની આવરદા માપે છે,
સદા એ ડાઘુઓ પેઠે જીવનનો પંથ કાપે છે.
અવસ્થા મંચ બદલે તો ફરક ઝાઝો નથી પડતો,
બુઢાપો ગાય છે ગઝલો, જવાની દાદ આપે છે.

મારું હોવું કે ન હોવું દોસ્ત સરખું છે બધું,
બાદબાકી હો કે સરવાળો, ફરક પડશે નહીં.
મુજને ગુણવા ભાગવાની ભૂલથી કોશિશ ન કર,
શૂન્યમાં જે ગુમ થયો એ શોધતાં જડશે નહીં.

કામ તો મરજીવાનું સારું છે, પણ બહુ રંજ આપનારું છે;
મોતી આપ્યાનો હર્ષ છે કિંતુ મોં હજુ પણ ખારું છે.

પહાડો તોડવા પ્રેરે હવે એવા સનમ ક્યાં છે?
વહે નદીઓ કરુણાની હ્રદયમાં એ જખમ ક્યાં છે?
કરે છે બેધડક દાવો અનલહકનો બધા આજે
હવે એ મન્સૂરો ક્યાં છે? એ શૂળીની રસમ ક્યાં છે?

(’અનલહક’ એટલે “I am everything” અથવા “અહમ્ બ્રહ્માસ્મિ”)

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો, ઝાલરો ને બાંગના આલાપ બંધ,
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે “હું કોણ છું?”
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.

મારે જોવું’તું અખંડિત દ્ર્શ્ય કિંતુ શું કરું?
આયખાના આયનામાં લાખ તીરાડો હતી.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.

અને હવે છેલ્લે, એમની એક આખી ગઝલ માણીયેઃ

જગે અર્પણ કર્યા કાંટા, કશું વિપરિત વિચારીને
અમે એના વડે કીધી સુરક્ષિત પ્રાણ-ક્યારીને

તમે ચાલ્યા ગયા સુની કરી દિલની અટારીને
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરુપે ઈંતેજારીને

કરો હદથી વધુ મંથન, હળાહળ દે છે રત્નાકર
વિપદ ના વ્હોરજો, સંસારમાં તૃષ્ણા વધારીને

ગુલામી ગઈ કિનારાની, દિશાના બંધનો છૂટ્યાં
અમે નાથ્યો સમંદર, નાવ મજધારે ઉતારીને

નથી બાકી પ્રભુ પાસે, હવે મૌલિક સમું કૈં પણ
કરે છે પેશ, એના એ જ સૌ સર્જન મઠારીને

પરેશ

Courtesy: http://gujjubits.gujaratiblogs.com/

સાક્ષાત્ પરબ્રહ્મસ્વરૂપ ગજાનન સર્વ દેવગણ અને ધર્મપ્રેમીઓ માટે સન્માનીય દેવ છે. ગણપતિની પ્રથમ વંદના વિના કોઈ પણ કાર્ય-આયોજન નિર્વિઘ્ને પાર પડી શકે નહીં. ગણપતિને રાજી કર્યા વિના કોઈનું કલ્યાણ પણ સંભવ નથી તેવો મહાપ્રતાપ ઉમા અને શિવજીના આ પુત્ર ધરાવે છે. ગણનો અર્થ સમૂહ, વર્ગ, સંપ્રદાય જેવો થાય છે અને ઇશનો અર્થ સ્વામી થાય છે. આમ દેવગણ અને શિવગણોના સ્વામી એટલે જ ગણેશ. ગણ નામના દૈત્યનો નાશ કરવાથી તેઓ ગણેશ કહેવાય તેમ પણ કેટલીક પૌરાણિક કથાઓ કહે છે. ગણપતિના શરીરની વિલક્ષણ રચના પણ વિચારણીય સંદેશ આપે છે.

ગજમસ્તક : વિશાળ અને પહોળું લલાટ બુદ્ધિમતા અને વિવેકશીલતાનો પરિચય આપે છે. એટલા માટે જ ઋષિ વેદવ્યાસે તેમના મહાભારત ગ્રંથની રચનામાં ગણપતિની સહાય લીધી હતી. કોઈ પણ મુદ્દાની ગ્રાહ્યતાની તેમની શક્તિ ગજબની હતી તેથી જ તેઓ ગ્રંથલેખન માટે ઋષિ સામે શરત મૂકી શક્યા હતા.

દીર્ઘનાસિકા : પોતાના માન-ગૌરવના પ્રતીક સમાન ‘નાક’ની જાળવણી માટે કશું પણ ત્યાગવું પડે તેની ચિંતા ના કરશો. પોતાની અને રાષ્ટ્રની માનમર્યાદા સદૈવ જાળવી રાખો તેવો સંદેશ ગણપતિની દીર્ઘનાસિકા આપે છે.

ગજકર્ણકાય : વિશાળ કાન શ્રવણ અને મનનનો સંદેશ આપે છે. નાનું-મોટું હોય તે બધુંજ સાંભળો અને ગ્રહણયોગ્યને પાસે રાખી તેનું મનન કરો. નાની આંખો દૂરદર્શિતાનુંપ્રદર્શન કરે છે. આંખો વિશાળ અને મોહક ન હોય તો ચાલે, પણ દૂરનું જોઈ-વિચારી શકે તેવી જરૂર હોવી જોઈએ.

લંબોદરાય એટલે કે વિશાળ પેટના બનો. છીછરા રહેશો નહીં. માન હોય કે અપમાન પેટમાં ઉતારી જાઓ અને સંતોષી રહો. મોદક એટલે લાડુ તો મીઠાશનું પ્રતીક છે. સર્વજન સાથે મીઠાશ ફેલાવી શકશો તેવો સંદેશ મોદકપ્રિય ગણપતિ આપે છે.

ગણપતિના હાથમાં કમળનું પુષ્પ છે જે સ્નેહ અને સુવાસનું પ્રતીક છે. તો બીજા હાથમાં શસ્ત્ર છે. આવશ્યકતા અનુસાર શસ્ત્રને ઉઠાવવામાં પાછીપાની કરશો નહીં. શત્રુને હણવામાં અને પ્રજાના રક્ષણમાં શસ્ત્ર ઉઠાવવાં જરૂરી છે. એક હાથમાં લેખિની છે જે બુદ્ધિમતા અને જ્ઞાનનું પ્રતીક છે. પ્રજામાં જ્ઞાન અને સાક્ષરતાનો પ્રસાર કરશો તો સમજણ અને સામાન્ય બુદ્ધિ પણ તેમનામાં આવશે.

મૂષક વાહન: ગણપતિ આટલા વિશાળકાય અને મૂષક એટલે ઊંમદર, બંને વિરોધાભાસી છે. મૂષક ગણપતિનો ભાર ઝીલી શકે નહીં તે દેખીતી વાત છે, પરંતુ તેમનું વાહન એક પ્રતીક છે. વિશાળકાય હોવા છતાં તમારો ભાર અદના પ્રજાજનને લાગે નહીં તેવું વર્તન રાખો. કોઈ પણ વિરોધાભાસમાં સમતા જાળવી રાખશો તો મૂષક જેટલી ચપળતા દર્શાવી શકશો. મૂષકનું પ્રતીક ડહાપણનું છે. ડહાપણ પર સવાર થતા શીખો, ક્રોધ પર સવાર થશો નહીં. નાના માનવી સાથે પણ તાદાત્મ્ય જાળવવામાં તમારી મોટાઈને વચમાં લાવશો નહીં તેમ ગણપતિ પોતાના વાહનની પસંદગી દ્વારા સૂચવે છે. સંસારમાં નાનામાં નાના જીવનું મહત્ત્વ છે. ભગવાન શ્રીરામે ખિસકોલીને મહત્ત્વ આપ્યું છે તે જ રીતે ગણપતિએ ઊંદરને સ્થાન આપ્યું છે.

ગણપતિનું પૂજન એટલે જ પરમેશ્વરનું પૂજન. એકચિત્ત થઈ માનવી ગણેશ-ગજાનનની આરાધનામાં પ્રવૃત્ત થાય તેની બુદ્ધિ પણ શાંત અને ધીરગંભીર થાય છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા ઉદ્વેગ શાંત થઈ સ્વત: રિદ્ધિ-સિદ્ધિમાં ફેરવાઈ જાય છે તે માત્ર ગણપતિની આરાધનાનું ફળ છે. ગણપતિના અસંખ્ય નામોમાંથી માત્ર ૧૨ નામો સાથે તેમને લીલુંછમ ઘાસ ચડાવાય તેટલાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે.

સુમુખાય નમ:, એકદંતાય નમ:, કપિલાય નમ:, ગુજકર્ણાય નમ:, લમ્બોદરાય નમ:, વિકટાય નમ:, વિઘ્ન વિનાશાય નમ:, ધૂમકેતવે નમ:, ગણાધ્યક્ષાય નમ:, ભાલચંદ્રાય નમ:, ગજાનનાય નમ: જેવાં બાર નામોના પાઠથી પણ ગણપતિ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ‘ઓમ ગં ગણપતયૈ નમ:’ અથવા ‘ઓમ તત્ત્પુરુષાયવિઇહે વક્રતુંડાય ધીમહિ તન્નો દન્તી પ્રચોદયાત્’ના મંત્રનો નિરંતર જાપ કરવાથી ભગવાન ગજાનન ઋણ, રોગ, દારિદ્રય, રાજ્યભય, આતંક સહિત તમામ આધિ-વ્યાધિથી મુક્ત કરાવી રિદ્ધિ-સિદ્ધિ અને વિલક્ષણ બુદ્ધિ પ્રદાન કરે છે.

ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હોવાનું મનાય છે અને તેથી જ આ દિવસથી ગણેશોત્સવનો આરંભ થાય છે, જે અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. એક અન્ય માન્યતા અનુસાર માતા પાર્વતી દ્વારા ગણપતિનો સર્વ પ્રથમ આવિર્ભાવ મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીઓ થયો હતો. આ તિથિને સંકટ તિથિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે.

સ્કંદ પુરાણમાં શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની ચોથનો મહિમા વિશેષ છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધનાથી તેઓ પોતાના ભક્તોને સમસ્ત કાર્યોમાં સફળતા અપાવે છે. ગણપતિના ગુણોના પ્રતીકને જીવનમાં ઉતારવાથી તો આપોઆપ સિદ્ધિ સાંપડે છે. આવા સિદ્ધિવિનાયક દેવ ગણપતિને નમસ્કાર કરી તેમની ઉપાસના કરીએ.

Courtesy: http://1986tarun.gujaratiblogs.com/

શ્રી ગણેશજીને ખૂબ જ પ્રિય ‘વરદા’ ચતુર્થીની (ચોથ) પવિત્ર કથા નીચે પ્રમાણે છે. સૃષ્ટિ ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ અનેક કાર્યોની સફળતા માટે પોતાના હૃદયમાં શ્રીગણેશજીનું ધ્યાન ધર્યું. એ વખતે એમના શરીરમાંથી તીથિઓની માતારૂપ ‘ચોથ’ દેવી રૂપે પ્રકટ થઇ. એ અતિ સુકુમાર અને સુંદર દેવીને ચાર પગ, ચાર હાથ અને ચાર મોં હતાં એને જોઇને સૃષ્ટિનાં સર્જનહાર બ્રહ્માજી પરમ પ્રસન્ન થયાં. એ ચતુર્થી દેવીએ બ્રહ્માજીને વંદન કર્યું અને કહ્યું: ‘હે બ્રહ્માજીના સર્જનહાર પિતા, હું આપનાં પવિત્ર શરીરમાંથી ઉત્પન્ન થઇ છું.’ આપ મારા પરમ પિતા છો આપ મને આજ્ઞા આપો, હું શું કરું? આપ મને રહેવાનું સ્થળ અને જરૂરી ભોગ્ય પદાર્થ આપો.” બ્રહ્માજીએ શ્રીગણેશજીનું સ્મરણ કરીને કહ્યું: ‘તમે’ એક અદ્ભુત સૃષ્ટિની રચના કરો. ચતુર્થી દેવીએ પણ ગણેશજીને ભાવપૂર્વક નમન કર્યું.’ એ પછી વનમાં જઇ એ મંત્ર જાપ સાથે તપ કરવા જણાવ્યું. ચતુર્થીદેવીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણેશજીના મંત્ર જાપ સાથે એક હજાર દિવ્ય વર્ષ સુધી તપ કર્યું. ચતુર્થીદેવીની આવી ેતપશ્ચર્યાથી પ્રસન્ન થઇ દેવાધિદેવ ગજાનન પ્રકટ થયા અને કહ્યુંં, ‘દેવી, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. તમારી જે ઇચ્છા હોય તે વરદાન માગો, ‘ ચતુર્થીદેવીએ પરમ પવિત્ર ગજાનન દેવતાનાં ચરણોમાં નમસ્કાર કર્યાં અને કહ્યું ‘હે વિઘ્ન વિનાશક દેવ! આપ આપની દ્રઢ ભક્તિ આપો. હુું આપને હંમેશા પ્રિય રહું અને મને આપનો કદી વિયોગ ન થાય એવું વરદાન આપો.’ ગણેશજીએ ‘ઓમ’ શબ્દનો ઉચ્ચર કરી માગેલું વરદાન આપ્યું અમને કહ્યું: ‘દેવી તમે મને હંમેશા પ્રિય રહેશો. તમે તમામ તીથિઓની માતા ગણાશો. અને તમારું નામ ‘ચતુર્થી’ દેવી તરીકે જગપ્રસિદ્ધ થશે. તમારા શરીરનું ડાબું અંગ શ્યામ અને જમણું અંગ ઉજ્જવલ હશે. તમે તમારી જન્મતીથિ તરીકે પૂજાશો. તમારું વ્રત કરનારને હું સર્વ વાતે સુખી બનાવીશ અને તમારું વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ લેખાશે. એટલું કહી ગણપતિજી અંતર્ધ્યાન થઇ ગયા. વરદા ચતુર્થી દેવીએ ફરીથી ગજાનન દેવનું ધ્યાન ધર્યું. એટલે એનાં મોંમાંથી પ્રતિપદા (પડવો) તીથિ ઉત્પન્ન થઇ. એ પ્રમાણે નાકમાંથી બીજ, છાતીમાંથી ત્રીજ, આંગળીમાંથી પાંચમ, હૃદયમાંથી છઠ, આંખમાંથી સાતમ, હાથમાંથી આઠમ, પેટમાંથી નોમ, કાનમાંથી દસમ, કંઠમાંથી અગિયારસ, પગમાંથી બારસ, સ્તન મંડળમાંથી તેરસ, અહંકારમાંથી ચૌદશ, મનથી પૂર્ણિમા અને જીભથી અમાવાસ્યા પ્રકટ થઇ. બધી તીથિઓએ સાથે મળી દેવાધિદેવ ગણનાયકનું ધ્યાન ધરવા માંડયું. તપશ્ચર્યાં પણ આરંભી. આમ એક વર્ષની તપશ્ચર્યા પછી ગણાધિપતિ ગજાનન ત્યાં પ્રકટ થયા તેઓ અજવાળિયાની ચોથના દિવસે મધ્યાહ્ન સમયે દેવી ચતુર્થીની પાસે ગયા અને કહ્યું ‘તમારે શું જોઇએ છે, માગો?’ ચતુર્થીદેવીએ વંદન કરીને કહ્યું ‘દેવ! હું આપનું નિવાસસ્થાન બનું અને આપ મને આપની અતૂટ ભક્તિ આપો. ગજાનન દેવે વરદાન આપતાં કહ્યું, ‘મારા ભક્તજનો ભાદ્રપદ માસની સુદ ચોથના દિવસે ભાવપૂર્વક તમારું વ્રત કરશે. આજથી તમારું નામ ‘વરદા’ રાખું છું.’ ત્યાર પછી ગજાનન દેવે રાત્રે ચંદ્રનો ઉદય થતાં કૃષ્ણ ચતુર્થી પાસે જઇને કહ્યું: તમે પણ ઇચ્છિત વર માગો, હું તમારી અભિલાષા પૂર્ણ કરીશ.’ કૃષ્ણ ચતુર્થીએ મંગલમય ગણેશજીનું પૂજન કરી કહ્યું: ‘વિઘ્નહર! આપ જો મારા પર પ્રસન્ન હો તો કૃપા કરીને મને આપની અચળ ભક્તિ આપો. આપ મને સર્વમાન્ય કરી દો.’ ગણેશજીએ વરદાન આપતાં કહ્યું: ‘દેવી! નિ:સંદેહ મારી કૃપાથી તમે હંમેશા લોકોને આનંદ આપનારાં થશો.’ મહિમામયી ‘ચતુર્થી’નું વ્રત કરનારાંઓની ઇચ્છિત કામનાઓ પાર પડે છે. ધનધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તમામ આપત્તિઓ નાશ પામે છે. અંધારિયાની તમામ ચોથ દુ:ખ નિવારણ કરવાવાળી છે. એમાં ચંદ્રોદયી ચતુર્થીના વ્રતનું પૂજન કરવાનું મહાત્મ્ય છે.

સંકટ ચતુર્થી ચંદ્રોદય વ્યાપિની ગ્રાહ્ય છે. જો બે દિવસ ચોથ હોય અને બીજા દિવસની ચોથ ચંદ્રોદય વ્યાપિની ન હોય તો બીજે દિવસે કરવું જોઇએ. અગર બંને દિવસે ચોથ ચંદ્રોદય વ્યાપિની ન હોય તો બીજે દિવસે વ્રતનું પાલન કરવું જોઇએ.

Courtesy: http://1986tarun.gujaratiblogs.com/

આયુર્વેદ એટલે માનવીના સ્વાસ્થ્યની કાળજી લેતું પ્રાચીન શાસ્ત્ર. આયુર્વેદના પાયાના બે સિદ્ધાંતોમાંનો પ્રથમ એટલે “स्वस्थस्य स्वास्थ्य रक्षणम – ” સ્વસ્થ માણસના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું.” તેથી આયુર્વેદ એવી ચિકિત્સ પદ્ધતિમાં માને છે કે જે કુદરતી રીતે માણસના શરીરમાં રોગપ્રતિકારક શકિત (Immunity Power) વધારે અને માંદગી જ ન આવવા દે. શરીરમાં રોગના જીવાણુઓ પ્રવેશે જ નહિ તેવું મજબૂત શરીર બનાવે છે. એટલે જ જૂનાકાળના લોકોને માંદગીનો ઘણો ઓછો અનુભવ હતો.!! અને, કદાચ જો માંદગી આવે, તો આયુર્વેદના બીજા સિદ્ધાંત ” आतुरस्य विकार प्रशमनम् ।” – “રોગીનો રોગ દૂર કરવો” પ્રમાણે ચિકિત્સા કરે છે. અને માણસ પુનઃ સ્વાસ્થ્ય આપે છે. ‘અથર્વ આયુર્વેદ કિલનિક’ માં આયુર્વેદના આ બંને સિદ્ધાંતોને સાકાર કરવાનો સુંદ પ્રયત્ન કરી રહ્યું છે. જેની ચિકિત્સા પદ્ધતિમાં પ્રાચિનતા અને આધુનિકતાનો (computerised) સમન્વય છે.

હવે આ રોગો તમને નહિં સતાવે… કારણ કે પ્રસ્તુત છે આયુર્વેદ દ્વારા આ રોગોની ઉત્તમ સારવાર માટેની સૌ પ્રથમ ઓનલાઇન નિદાન અને ચિકિત્સા સેવા… વૈદ્ય નિકુલ પટેલ દ્વારા…

જેમાં..

ચામડીના રોગો – સફેદ દાગ, ખીલ, ખસ, ખરજવું, સોરાયસીસ, શીળસ, હાથપગના વાઢીયા, ખંજવાળ વગેરે…

કાનના રોગો – કાનનો દુઃખાવો, કાનમાં રસી આવવી, બહેરાશ વગેરે..

વાયુના રોગો – સાંધાનો વા (Arthritis), આમવાત (Rheumatoid Arthritis), રાંઝણ (Sciatica), કમરનો, ડોકનો, ખભાનો, કોણીનો, ઘૂંટણનો, પગની એડીનો દુઃખાવો, લકવો, પક્ષાઘાત, કંપવાત, મોં નો લકવા વગેરે..

વાળના રોગો – ખરતાં વાળ, ખોડો, સફેદ વાળ, વાળ તૂટવા, વાળ ફાટવા, ટાલ પડવી, ઊંદરી વગેરે…

પેટના રોગો – ગેસ, એસિડીટી, અજીર્ણ, કબજીયાત ઓડકાર, ઝાડા, મરડો, સંગ્રહણી, આંતરડાનો સોજો, આંતરડામાં કે હોજરીમાં ચાંદા પડવા, વગેરે…

જાતીય રોગો – શુક્રાણું ની ઊણપ (Oligospermia), શુક્રાણું બિલકુલ ન હોવા (Azoospermia), શીઘ્ર સ્ખલન, ઉત્તેજનાનો અભાવ, સ્વપ્ન દોષ તેમજ જાતિય સમસ્યાઓ, વંધ્યત્વ.

ઊત્તમ ઇચ્છિત સંતાન (પુંસવન પ્રયોગ) – ઉત્તમ સંતાન અને ઇચ્છિત સંતાન પ્રાપ્તિ.

સ્રીઓના રોગો – વંધ્યત્વ, માસિકની અનિયમિતતા, વધારે માસિક આવવું, માસિક ઓછું આવવું અથવા બિલકુલ ન આવવું, શ્વેત પ્રદર (શરીર ધોવાવું), વારંવાર ગર્ભપાત થવો, રતવા, ગર્ભ ન રહેવો, બીજ ન બનવું, ફેલોપીઅન નળી બંધ હોવી, બીજાશય પર ચરબી જામવી અથવા ગાંઠ હોવી, સ્તનમાં ગાંઠ, ગર્ભાશયના મુખ પર ચાંદી કે સોજો હોવો, સ્તન માં સોજો હોવો, શરીરનો વિકાસ ન થવો… વગેરે.

કફના રોગો – જૂની શરદી, શ્વાસ, ઊધરસ

માથાનો દુખાવો – માઇગ્રેન, આધાશીશી, સાયનસ, માથું ભારે રહેવું.

બાળકોના રોગો – શરદી, શ્વાસ, કફ, ખાંસી, અપચો, કબજિયાત, કૃમિ, પથારીમાં પેશાબ, ઝીણો તાવ તેમજ અન્ય તમામ રોગો..

જૂના હઠીલાં દર્દોં – ડાયાબીટીસ, હાઈ બી.પી; પથરી, હાથ-પગ-મોં પરના સોજા, થેલેસેમિયા, થાયરોઇડ..

કેન્સર – ગળાનું, આંતરડાનું, મોંનુ, ગર્ભાશય, સ્તન, બ્લડ કેન્સર તેમજ અન્ય બધા જ અવયવોનાં કેન્સર.

HIV – એઇડ્સ

વજન – વધારે વજન – ઓછું વજન..

સૌંદર્ય સમસ્યા – વાળનું સાંદર્ય, ત્વચાનું સૌંદર્ય, ઊંચાઇ તેમજ વજનની નિયતતા દ્વારા શરીરના આકારનું સૌંદર્ય, સ્તન સૌંદર્ય, નેત્ર સૌંદર્ય..

પંચકર્મ સારવાર માટેનું માર્ગદર્શન ..

યોગ દ્વારા સ્વાસ્થ્ય નિયમ અંગે માર્ગદર્શન..

ગર્ભસંસ્કાર દ્વારા યોગ્ય નાગરિકના પદાર્પણ થકી સમાજના સ્વાસ્થ્ય માટે નો નમ્ર પ્રયાસ…

આપ આપને મૂંઝવતા પ્રશ્નો આ સાથે ની Comments માં આપના ઇમેઇલ સરનામા સાથે જણાવો અને મેળવો ઝડપથી સારવાર અને માર્ગદર્શન…

વૈદ્ય નિકુલ પટેલ

(આયુર્વેદ નિષ્ણાત)

Courtesy: http://ayurvedaworld.gujaratiblogs.com/

આયુર્વેદ ને લગતા કેટલાક બ્લોગ્સ જે આપશે આપને સચોટ અને શુદ્ધ આયુર્વેદ ના આધારે માહિતી, મૂંઝવણનો નિકાલ અને યોગ્ય સારવાર પણ…. બસ ક્લિક કરો અને પૂછો આપને મૂંઝવતા પ્રશ્નો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં…૧. આયુર્વેદને લગતી તમામ માહિતી માટે ક્લિક કરો…

http://atharvaherbal.blogspot.com/

૨. વજન ઘટાડો અને આપની તંદુરસ્તી જાળવી રાખો અને સાથે સાથે આપના શરીરને સુડૉળ પણ બનાવી રાખો..
ક્લિક કરો…
http://slim-and-shape.blogspot.com/

૩. વાત્સ્યાયાન કામસૂત્રનો આધાર અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય એટલે ..
http://adult-sex-education.blogspot.com/

૪. વંધ્યત્વ નિવારણ અને તે પણ આયુર્વેદની આડઅસર રહિત સારવાર થકી….

For Infertility Cure
http://get-pregnant-from-ayurveda.blogspot.com/૫

૫. આયુવેદને જાણો ગુજરાતી ભાષામા ઇન્ટરનેશનલ બ્લોગ..

Know about ayurveda in Gujarati
http://vaidya-of-gujarat.blogspot.com/

૬. આપ ચાહો તો બાબો અને ચાહો તો બેબી મેળવી શકો છો, આયુર્વેદ ના અદ્દભૂત પુંસવન સંસ્કાર પ્રયોગ થકી અને તે પણ માત્ર ચમત્કાર જ નહિ પણ વૈજ્ઞાનિક સમજ સાથે….

Want baby as your choice?
http://concieve-a-boy-or-a-girl.blogspot.com/

૭. યોગ અને પ્રાણાયમનો સમન્વય અને તે પણ આરોગ્યની રક્ષા માટે…

http://om2dotcom.blogspot.com/

૮. અંગત પ્રશ્નોના અંગત જવાબ…

http://angat-angat.blogspot.com/

૯. આપના રોગ અને ઉપચાર અંગે ના પ્રશ્નોના જવાબ તેમજ મેળવો રેડી પ્રિસ્ક્રીપ્શન…

http://ready-prescription.blogspot.com/

૧૦. મેળવો આરોગ્ય અંગેની અઢળક લિન્ક્સ્..

http://ask4healthcare.blogspot.com/

courtesy: http://ayurvedaworld.gujaratiblogs.com/

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.

સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.

ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.

રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.

શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

Courtesy: http://pinki.gujaratiblogs.com/2008/03/

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

વિઘ્નેશ્વરાય વરદાય સૂરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્વિતાય ।

નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમોનમસ્તે ।।

સંકટનાશન ગણેશસ્તોત્રમ્

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુંત્ર વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે ।। ૧ ।।

પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતિયકમ્
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ।। ૨ ।।

લંબોદરં પંચમં ચ ષષ્ટમં વિકટમેવ ચ
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાઅષ્ટકમ્ ।। ૩ ।।

નવં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ્
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ।। ૪ ।।

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર:
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિદ્ધિ કરં પ્રભો ।। ૫ ।।

વિદ્યાર્થિ લભતે વિદ્યાં ધનાર્થિ લભતે ધનમ્
પુત્રાર્થિ લભતે પુત્રાંમોક્ષાર્થિ લભતે ગતિમ્ ।। ૬ ।।

જપેત્ગણપતિસ્તોત્રં ષડભિમાસૈ: ફલં લભેત
સંવતસરેણસિદ્ધિં ચ લભતે નાત્રસંશય: ।। ૭ ।।

અષ્ટભ્યોબ્રાહ્મણોભ્યસ્ય લિખિત્વા ય: સમર્પયેત્
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ।। ૮ ।।

ઇતિશ્રી નારદપુરાણે ‘સંકટનાશન ગણેશસ્તોત્રમ્’ સંપૂર્ણમ્

Courtesy: http://1986tarun.gujaratiblogs.com/

ના ખોલું નૈન મારા,
તુજ યાદ વહી જશે…..

મૌનમાં કેદ તું પ્રિયે,
ના ખોલું હોઠ મારા,
તુજ યાદ વહી જશે…..

મુટ્ઠીમાં બંધ તુજ સ્પર્શ,
ના સોંપું હાથ મારા,
તુજ યાદ વહી જશે…..

દસ્તક ના દે તું દિલને,
ના આપું દિલ તારું,
તુજ યાદ વહી જશે…..

Courtesy: http://pinki.gujaratiblogs.com/2008/02/

* વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે.
* વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે.
* વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે.
* વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે.
* વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન કરે છે, ઊંઘને ઓછી કરે છે.
* વધુ પ્રમાણમાં ખવાયેલ જાંબુ પેટમાં પુષ્કળ વાયુ કરે છે કબજિયાત કરે છે, આંચકી પણ લાવે છે.
* બરફની બનાવટોનું વધું પડતું સેવન શરીરની પાચનક્ષમતા ઓછી કરે છે (મંદાગ્નિ કરે છે), કાયમી શરદી અને કાકડા વધવાના રોગો પેદા કરે છે.
* વધારે પ્રમાણમાં ખવાતાં અડદ એ બુદ્ધિને મંદ કરે છે.
* વધુ પ્રમાણમાં ખવાતાં વેજીટેબલ ઘી હ્રદયનાં, પાચનનાં, શ્વસનનાં અને રૂધિરાભિષરણતંત્રના રોગો પેદાં કરે છે.
* વધું પ્રમાણમાં ખવાતી સોપારી ગળાનાં અને ફેંફસાનાં રોગો કરે છે અને લોહીનું પાણી કરે છે, અર્થાત તે શરીરમાં લોહીનો જથ્થો અને ગુણવત્તા ઘટાડી દે છે.

Courtesy/Source: http://ayurvedaworld.gujaratiblogs.com/

એકલતાની ભીડે ટોળું શોધે,
તારી યાદોના બસ પડઘા જ મળે.

ઝીલી આખો દરિયો આંખો વરસે,
કોરાધાકોર વળી સપના તરસે.

છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
વરસે જો ઝાકળના બિંદુ જ અડે.

ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
સફર કદી તો થોડી આસાન બને.

ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.

Courtesy: http://pinki.gujaratiblogs.com/2008/01/

છે હાથમાં કલમ, એ ચલાવી શકી નહીં
લખવા મથું છું એ ઉતારી શકી નહીં

હરપળ ઝબળી રાખી કલમ રક્તમાં છતાં
આખેંથી અશ્રુબિંદુ વહાવી શકી નહીં

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

Courtesy: http://tahuko.com/?p=386
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

- રાજેન્દ્ર શુક્લ
(કોમલ રિષભ)

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

- જિગર જોષી “પ્રેમ”

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !
- આ તો ! બરસત ! પ્રીત પુરાણી !

સૃષ્ટિ તણા જે આદિ સર્જને હ્રદય હ્રદય ઊભરાણી;
સૂર્ય, ચન્દ્ર ને અવનિ, અંબરે છલક છલક છલકાણી;
પલ્લવી-પુંજે પદ્યકોષમાં એની લખી કહાણી !

- આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

ઝરમર ! ઝરમર ! મેઘ ઝરે ને સૃષ્ટિ હસે મતવાલી;
અંગ અંગ શૃંગાર સજે, ત્યાં જાગે પ્રીત રસાળી !
એક વાર જાગી હૈયે પછી, ના રહેતી એ ! છાની !

- આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

નાગર નરસૈંયે ભરી પીધી એની મત્ત પિયાલી !
મીરાંને ઉર-કમલે બેઠી ગીત બની મસ્તાની !
શબ્દ-અર્થનાં તીર્થ રચન્તી એની આરતવાણી !

- આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

Courtesy: http://www.tahuko.com/
The entries posted on bhaveshthaker.blogspot.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator. Contact : bhaveshthaker@gmail.com

ચંપકલાલની લાચારી – તારક મહેતા

[લોકપ્રિય હાસ્યલેખક શ્રી તારકભાઈની સુપ્રસિદ્ધ કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પરથી બનેલ હાસ્ય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સોની-સબ ટી.વી પર સોમથી ગુરુ રાત્રે 8.30 વાગે પ્રસારીત થઈ રહી છે જે વાચકમિત્રોની જાણ માટે. ચિત્રલેખાના સૌજન્યથી પ્રકાશિત પ્રસ્તુત લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી તારકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26302647 સંપર્ક કરી શકો છો. (કાર્યક્રમની વધુ માહિતી માટે જુઓ : http://www.sabtv.com/shows/shows_inside.php?id=45)]

મુંબઈનો ઉનાળો અકળાવી નાખનારો છે. બફારાને લીધે આખો દહાડો પરસેવાના રેલા નીતર્યા કરે છે. સવારે પહેરેલાં કપડાં બપોર સુધીમાં પરસેવાથી ગંધાતાં થઈ જાય છે. લોકોને બેસવા કે ઊભા રહેવાની શું, ટ્રેનમાં ઘૂસવાની જગા મળતી નથી. ડબ્બામાં છત પર લટકતા પંખા પોતાનું મોં વકાસીને આમથી તેમ ઘુમાવી પેસેન્જરોની દશા જોતા રહે છે. પંખા પણ પરસેવે રેબઝેબ હોય છે. પેસેન્જરોનાં શરીર એકબીજાં સાથે એટલાં ભીંસાય છે કે આજુબાજુના પેસેન્જરોના પરસેવાની દુર્ગંધ પોતાના શરીરમાંથી આવતી થઈ જાય છે. મુંબઈના રસ્તા એથીય બદતર હાલતમાં છે. વરસાદ પહેલાં ગટર સાફ કરવાનું સુધરાઈને ઝનૂન ચડ્યું છે. બધે ખોદકામ ચાલી રહ્યાં છે. વાહનો એકબીજાના બમ્પર સૂંઘતાં સૂંઘતાં ગોકળગાયની ગતિએ ચાલે છે. કારમાં બેઠેલો માણસ ઘણી વાર પગે ચાલતા માણસોની ઈર્ષ્યા કરતો થઈ જાય છે.

ઑફિસમાંય ચેન નથી. મારા બેમાથાળા બૉસના દસ-બાર લાખ શૅરબજારની અફડાતફડીમાં ડૂબી ગયા છે એટલે એમની કમાન સતત છટકેલી રહે છે. ગલીમાં રખડતા ડાઘિયા કૂતરાની જેમ એ બધા સામે વડચકાં ભરતાં રહે છે. ઑફિસેથી છૂટીને બસમાં પણ એ જ રામાયણ. બળદગાડાની માફક ચાલતી બસમાં બારી પાસે જગા મળે તો નાકમાં ધૂળ અને ધુમાડા જાય. ઊભા રહેવું પડે તો આખી બસ રેતી, સિમેન્ટ અને કાંકરાનું મિશ્રણ કરતાં પેલાં મશીન જેવી લાગે. સાંજે ઘેર પહોંચતાં સુધીમાં એવા નિચોવાઈ જવાય છે કે સોફા પર ફસડાઈને બેસી પડ્યા પછી ટીવીના રિમોટનું બટન દબાવવાની તાકાત રહેતી નથી. જમ્યા પછી જરા સારું લાગે છે.

એક રાત્રે જમ્યા પછી હું ટીવીમાં ભારત-વેસ્ટઈન્ડિઝની મૅચ જોતો બેઠો હતો. સહેવાગને ઊંઘમાં ઊભાં ઊભાં સાતમી વખત હવામાં બૅટ વીંઝતો જોયા પછી મને પણ એની ઊંઘનો ચેપ લાગી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડ્યું. અમારાં શ્રીમતીજીએ બારણું ખોલ્યું કે તરત જેઠાલાલ પાછળ મારકણો સાંઢ પડ્યો હોય એમ ધસી આવ્યા. હું સોફામાં બેઠો થઈ ગયો.
‘મહેતાસાહેબ, આફત થઈ ગઈ.’
‘એ તો તમને જોઈને જ હું સમજી ગયો.’ મેં ટીવી ઓલવતાં કહ્યું, ‘હવે મને કહેશો કે પાછું શું થયું ?’
‘ડોસા….’
‘કેમ, તમારા બાપુજીને કંઈ થયું ?’ એકસાથે અનેક અશુભ અટકળો કરતાં મેં પૂછ્યું.
‘ડોસા હજી ઘેર નથી આવ્યા.’ કાંપતે અવાજે જેઠાલાલ બોલ્યા.
‘ક્યાં ગયા છે ?’
‘રોજની જેમ સાંજે પાંચ વાગ્યે ફરવા જાઉં છું કહીને ગયા છે. નવ વાગવા આવ્યા તોય પત્તો નથી.’
‘એમનો સરસામાન તો ઘરમાં જ છે ને ?’
‘એટલે ?’
‘એટલે એમ કે તમારી સાથે ઝઘડીને ડોસાએ કંઈ ગાડી તો નથી પકડીને ?’
‘ના રે ના, એમ એ કંઈ ગામભેગા થઈ જાય એવી કાચી માયા નથી. એ તો મને ગાડી પકડાવે એવા છે.’ જેઠાલાલે ધોતિયામાં નાક સીકડતાં કહ્યું.
‘કંઈ સિનેમા-બિનેમામાં બેસી ગયા હશે.’
‘ના મહેતાસાહેબ, એમને આંખે કાચું છે, એકલા એકલા એ ક્યાંય ઘૂસે એમ નથી. અંધારું થાય એ પહેલાં તો એ ઘેરભેગા થઈ જાય છે.’
‘રસ્તામાં કોઈ ઓળખીતું ભેટી ગયું હશે.’
‘અરે ભાઈસા’બ, રસ્તામાં હું ભેટી જાઉં તો મને પણ એ ઓળખે નહીં એમ ચાલ્યા જતા હોય છે. મને તો મહેતાસાહેબ, ફડકો પડી ગયો છે કે ક્યાંક એમને એક્સિડન્ટ-બેક્સિડન્ટ ન થયો હોય. મેં ટપુડાને પણ દોડાવેલો, એ પણ કલાક બધે જોઈ આયો, પણ ક્યાંય કંઈ ડોસાની એંધાણી નથી.’

જેઠાલાલની વાત સાંભળીને હું પણ ચિંતામાં પડી ગયો. એમના પિતા ચંપકલાલ અવારનવાર અણધારી આફતો ઊભી કરતા હતા, પણ એ પોતે એકાએક ક્યાં અલોપ થઈ ગયા એ જબરું રહસ્ય બની ગયું. જો કે મુંબઈની માયાજાળ એવી છે કે ભલભલા ગાયબ થઈ જાય. વિવિધ અટકળોને અંતે હું અને જેઠાલાલ એવી તારવણી પર આવ્યા કે ચંપકલાલને જરૂર ક્યાંક અકસ્માત થયેલો હોવો જોઈએ. ચંપકલાલની આંખે કાચું દેખાતું એટલે ઘરમાં હરતાં-ફરતાંય નજીવા અકસ્માતના ભોગ તો એ બનતા જ હતા. આજે કોઈ વાહનની અડફેટમાં આવી હૉસ્પિટલમાં પડ્યા હશે એવી અમને દહેશત જાગી.

તાત્કાલિક અમે અમારા લત્તાના પોલીસસ્ટેશનને પહોંચ્યા. ટપુના ઉધમાતોને કારણે પોલીસ સ્ટેશનના અમલદારો, હવાલદારો અમારાથી પરિચિત હતા. ચામાં માખી પડે ને માણસનું મોં બગડે એમ અમારા પ્રવેશ સાથે આખા પોલીસસ્ટેશનનું મોં બગડી ગયું. જેઠાલાલે એમના પિતા ચંપકલાલ ગુમ થયા છે એવું નિવેદન કર્યું ત્યારે ઘડીભર તો પોલીસસ્ટેશનમાં એવું તો હર્ષનું મોજું ફરી વળ્યું કે અમને એમ જ લાગ્યું, કદાચ પોલીસ ઈન્સ્પેક્ટર મીઠાઈ વહેંચશે, પણ જેઠાલાલનું દુ:ખી ડાચું જોઈ ઈન્સ્પેક્ટરે પોતાનો આનંદ અંકુશમાં લઈ લીધો અને અકસ્માતને લગતી યાદી મગાવી. અમારા લત્તામાં તો એવો કોઈ એક્સિડન્ટ થયો નહોતો. ઈન્પેક્ટરે માનવતાનું એક પગથિયું ઉપર ચઢી આસપાસનાં બીજાં સ્ટેશનોનો પણ સંપર્ક સાધ્યો. જ્યાં એક્સિડન્ટ થયા હતા ત્યાં ચંપકલાલ જેવી કોઈ વ્યક્તિ ઈજા પામી નહોતી.

જેઠાલાલ અને હું એકબીજાની સામે પ્રશ્નાર્થ ચિહ્નની જેમ જોઈ રહ્યા. ત્યાં ઈન્સ્પેક્ટરે સલાહ આપી કે ઘણી વાર એવા એક્સિડન્ટ બને છે કે જે પોલીસને ચોપડે નોંધાતા નથી. લોકો બારોબાર જ માણસને ઈસ્પિતાલમાં નાખી આવે અને પછી કોર્ટ-કચેરીની બીકે અમને ઈન્ફોર્મ ન કરે. એનો અર્થ એ થયો કે અમારે હવે હૉસ્પિટલમાં તપાસ શરૂ કરવાની હતી. શહેરની હૉસ્પિટલમાં ચંપકલાલનો પત્તો મેળવવો એ ઘાસની ગંજીમાંથી સોય ખોળી કાઢવા જેટલું કપરું કામ હતું. અમે વ્યથિત ચહેરે પોલીસસ્ટેશનની બહાર પડ્યા. નજીકની હૉસ્પિટલથી અમારી શોધખોળનો આરંભ કરવાનો વિચાર કરતા ટપાલપેટીની જેમ મોં પહોળાં કરી ઊભા હતા ત્યાં તો દૂરથી ટપુ આવતો દેખાયો. સુપુત્રને આવતો જોઈ જેઠાલાલમાં આશાનું કિરણ ફૂટ્યું.
‘ડોસા ઘેર આવી ગયા લાગે છે.’ જેઠાલાલના જીવમાં જીવ આવતાં એ ઉત્સાહથી બબડ્યા.
‘તો તો સારું.’ મેં કહ્યું.
‘બાપુજી જડી ગયા ?’ ટપુ નજીક આવ્યો એટલે અધીરા જેઠાલાલે એના તરફ ધસતાં પૂછ્યું.
‘ના.’
‘તો તું અહીં કેમ રખડે છે ?’ જેઠાલાલે ટપુ પર અકળામણ ઠાલવી.
‘મારા એક બૂટ-પૉલિશવાળા ફ્રેન્ડે દાદાજીને જોયેલા.’ ટપુએ ટમકો મૂક્યો. સાંભળીને જેઠાલાલ આશ્ચર્યથી એવા ઊછળ્યા કે એમની ટોપી પણ હવામાં અડધો ફૂટ ઊછળી પાછી માથા પર ગોઠવાઈ ગઈ.
‘ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ?’ પિતાને પકડવા અધીરા જેઠાલાલ દોડવા માટે તૈયાર થઈ ગયા.
‘મારો ફ્રેન્ડ કહેતો હતો કે દાદાજીને પોલીસવાળા પકડી ગયા.’
ટપુના જવાબથી જેઠાલાલને આંખમાં કોઈએ અંગૂઠો ખોસી દીધો હોય એવો આંચકો લાગ્યો :
‘ડોસાએ એવું શું કર્યું કે પોલીસે પકડ્યા !’
‘ખબર નથી. દાદાજી રસ્તો ક્રૉસ કરતા હતા ત્યાં પોલીસવાળાનો ખટારો આવ્યો ને ત્યાં ઊભેલા બધા ભિખારીઓને પકડી ગયા.’
‘સત્યનાશ.’ જેઠાલાલે ફૂટપાથ પર એવી જોરથી રાડ પાડી કે પોલીસસ્ટેશનમાંથી બે હવાલદાર અમારી પાસે દોડી આવ્યા. હવાલદારોને જોઈ જેઠાલાલ જુસ્સામાં આવી ગયા :
‘મારા બાપને તમે ભિખારી સમજો છો ?’ હવલદારનો કમરપટ્ટો પકડી જેઠાલાલ બૂમો પાડવા લાગ્યા : ‘બોલ ! બોલ ! ક્યાં છે મારો બાપ ?’

જેઠાલાલના અણધાર્યા હુમલાથી બન્ને હવલદાર કાચી ઊંઘમાંથી ઓચિંતા જાગ્યા હોય એમ હેબતાઈને એકબીજા સામે જોઈ રહ્યા. જેઠાલાલની બૂમાબૂમથી જિજ્ઞાસુ જનતા જમા થવા લાગી. મને ભય લાગ્યો કે જેઠાલાલ એ હવલદારને હચમચાવી નાખશે તો બાપને છોડાવવાને બદલે એ પોતે જ ઝડપાઈ જશે. ટપુ ઉત્સુકતાથી પિતાના પરાક્રમને નિહાળી રહ્યો હતો. જેઠાલાલને સ્થિતિની ગંભીરતા સમજાવી હું એમને પાછા પોલીસસ્ટેશનમાં ખેંચી ગયો. હવાલદારો તમાશો જોવા એકઠા થયેલા લોકોને વિખેરવામાં પડ્યા. અમે ઈન્સ્પેક્ટરને સમજાવ્યું કે હવાલદારોએ ભૂલથી ચંપકલાલને ભિખારી સમજી પકડ્યા છે. ઈન્સ્પેકટરે અમને કહ્યું : ‘પકડાયેલા ભિખારીઓને ચેમ્બુરના બેગર્સ હોમમાં રાખવામાં આવે છે. ડોન્ટ વરી, જેઠાલાલ, તમારા ફાધર સલામત છે.’
અમે ઊભા થયા ત્યાં ઈન્સ્પેક્ટરે ઉમેર્યું :
‘મિસ્ટર જેઠાલાલ, તમારા ફાધરને જરા સારાં કપડાં પહેરાવો, નહીં તો રોજ આવી રીતે એ પકડાશે.’

અમે ટૅક્સી કરી ચેમ્બુર ગયા. ત્યાં પણ અમારે એ જ ઉપાધિ થઈ. બેગર્સ હોમના અધિકારી કહે :
‘એમ અમે તમને માણસ સોંપીએ નહીં. એ ચંપકલાલ ભિખારી નથી એનો પુરાવો શું ?’
અત્યાર સુધી શાંત બેઠેલો ટપુ એકાએક તપી ગયો : ‘મારા દાદાને ભિખારી કહે છે ? તારો બાપ ભિખારી હશે, પૂરી દે એને.’
અધિકારી ટપુના વાકપ્રહારથી ઘડીભર હેબતાઈ ગયો. પછી એણે જોરજોરથી ટેબલ-ઘંટડી વગાડી ચપરાસીઓને બોલાવ્યા. મને લાગ્યું કે મારે હવે કડક થવું પડશે. મેં અધિકારીને કહ્યું : ‘ભિખારી હોય કે ન હોય, પણ અહીં દાખલ થનાર દરેક માણસનાં સગાંવહાલાંને તમારે ખબર આપવી જોઈએ.’
‘અહીં તો પોલીસવાળા રોજના સો ભિખારીને પકડી લાવે છે, એમ દરેકનાં સગાંવહાલાંને અમે ખોળવા જઈએ તો આ બેગર્સ હોમનો બંદોબસ્ત કોણ સંભાળે ?’ અધિકારી બોલ્યા.
મેં કહ્યું : ‘જુઓ સાહેબ, હું એક વકીલ છું અને ચંપકલાલ મારો અસીલ છે. તમે એને ભિખારી ગણીને એની સમાજમાં બદનામી કરી છે. એ બદલ હું સરકાર સામે કેસ કરીશ અને એ વખતે તમારે કોર્ટમાં પુરવાર કરવું પડશે કે એ ભિખારી છે.’
મારી વાત સાંભળી અધિકારી સાહેબ ઢીલા પડ્યા. એમણે ચંપકલાલને બોલાવી મગાવ્યા. પ્રવેશતાવેંત જ ડોસાનો પારો આસમાને પહોંચ્યો : ‘અલ્યા જેઠિયા, આ હાળા કઈ જાતના પોલીસવાળા છે. રસ્તામાં મારે બીડી ચેતાવવી હતી તો એક માણસ પાસે મેં દીવાસળીનું બાક્સ માગ્યું પછી મને થયું કે વરસાદના છાંટા પડે છે કે શું ? એ જોવા માટે મેં હાથ લંબાવ્યો ત્યાં કોઈકે મારી હથેળીમાં આઠ આની મૂકી દીધી. હજી હું કંઈ બોલું એ પહેલાં તો આ હાળાઓએ મને ઊંચકીને એમના ખટારામાં નાખ્યો ને અહીં લાવીને ખોસી દીધો.’

‘બાપુજી, અમે તમને લેવા જ આવ્યા છીએ.’ જેઠાલાલે પિતા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં કહ્યું.
‘ડફોળ, તારા બાપને તું કેવો ફેરવે છે કે બધા ભિખારી કહે છે. અહીંના ભિખારીઓ પણ મને કાકા કહીને બોલાવતા હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે મારો દીકરો વેપારી છે.’
પછી ડોસ પેલા અધિકારી તરફ ફર્યા :
‘અલ્યા ટુણિયાટ, મેં તને નહોતું કહ્યું કે હું ભિખારી નથી, જો, જો હવે તો માને છે ને !’
‘દાદાજી, મેં તો આ ટુણિયાટને એક ગાળ દઈ દીધી.’ ટપુએ ઉત્સાહથી કહ્યું.
હવે પેલો સાહેબ ઉશ્કેરાયો : ‘એય મિસ્ટર, જબાન સંભાળીને બોલો. હવે પછી આ ડોસો અને છોકરો ડબડબ કરશે તો બન્નેને અંદર પૂરી દઈશ.’
‘કેમ તારા બાપનું રાજ ચાલે છે ?’ જેઠાલાલ ઊછળ્યા. મેં એમને ઝાલ્યા. પેલા સાહેબે આંખો કાઢતાં કહ્યું : ‘ઠીક છે. લઈ જાવ, પણ તમારે મને લેખિતમાં રસીદ આપવી પડશે.’
‘રસીદ ? કેવી રસીદ ?’ હું ચોંક્યો.
‘વડીલ પાછા મળ્યાની રસીદ. કાલે ઊઠીને તમે મારા ગળે પડો તો ? અહીં બેસીને લખી આપો કે તમે આ, જે નામ હોય તે ભિખારીને, સૉરી, વડીલને જોઈ-તપાસીને પાછા મેળવી લીધા છે. ડિલિવરી લેતી વખતે કોઈ તોડ-ફોડ કે નુકશાની થયેલી માલૂમ પડી નથી. અને એમ પણ લખજો કે અમે વડીલને ફરીથી આ રીતે છૂટા-રખડતા નહીં મૂકીએ.’
‘છૂટા એટલે ? દાદા કંઈ રખડતા કૂતરા છે ?’ ટપુ ઉકળ્યો. મેં ટપુને વાર્યો. હવે એક મિનિટ પણ વધારે રોકાવામાં જોખમ હતું. મેં પરિસ્થિતિનું સુકાન હાથમાં લઈને અધિકારીને મનાવી લીધા. એમને જોઈતી હતી એવી રસીદ ફટાફટ લખી આપી. ચંપકલાલને છોડાવી અમે બહાર નીકળ્યા.

‘બાપુજી, આજ પછી હવે તમારે એકલા બહાર ફરવા નહીં જવાનું.’ જેઠાલાલે આદેશ આપ્યો.
‘જા, જા, ડોબા, તારા ઘર કરતાં તો મને અહીં વધારે શાંતિ હતી.’ ચંપકલાલ ઉવાચ.
‘ખરેખર, દાદાજી ? તો પછી તમે ફરીથી પકડાઓ ત્યારે જોડે મને પણ લેતા આવજો.’ ટપુએ મહેચ્છા પ્રદર્શિત કરી. જેઠાલાલ સમસમીને શાંત થઈ ગયા. ટૅક્સીમાં દાદા અને પૌત્રનો સંવાદ ચાલતો રહ્યો. મને થયું કે એમની વાતો સાંભળીશ તો કદાચ મને પણ ભિખારી બનવાનું મન થઈ જશે એટલે નાછૂટકે હું ચૂપચાપ આંખ મીંચી ઊંઘવાનો પ્રયત્ન કરતો પડ્યો રહ્યો.

Courtesy: www.readgujarati.com

Follow

Get every new post delivered to your Inbox.